(એજન્સી) તા.૩૦
માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપી અને જામીન પર છૂટેલા કર્નલ શ્રીકાંત પુરોહિત પુનઃ લશ્કરની સેનામાં કાર્યરત થયા છે. તેઓ ફરી એકવાર સેનાના ગણવેશમાં જોવા મળ્યા છે. તેઓ ૯ વર્ષ જેલમાં બંધ રહ્યા હતા. સેનાના પ્રવકતાએ કહ્યું હતું કે, કર્નલ પુરોહિત સેનામાં પુનઃ જોડાઈ જશે પરંતુ તેમને કોઈ મહત્ત્વની કામગીરી નહીં સોંપાય. સુપ્રીમકોર્ટના જામીન અંગેના ચુકાદાનો અભ્યાસ કરી પુનઃ નિયુક્તિ અંગે આગળ કાર્યવાહી થશે. કર્નલ પુરોહિતને મહારાષ્ટ્ર એટીએસ દ્વારા મધ્યપ્રદેશના પંચમઢી ખાતે આવેલ આર્મી તાલીમ કેન્દ્ર ખાતેથી પકડ્યા હતા તે પહેલાં તેઓ નાસિક ખાતે કામ કરતા હતા. ધરપકડ બાદ તેઓને સસ્પેન્ડ કરાયા હતા.