અમદાવાદ, તા.૨૦
નિત્યાનંદ અમદાવાદ માંથી કથિત રીતે જતી રહેલી દીકરી નિત્યાનંદિતા ને શોધવા માટે બેંગલુરૂં થી અમદાવાદ આવેલા પિતા જનાર્દન શર્મા મીડિયાના કેમેરા સમક્ષ આવ્યા હતા. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની ધરપકડ બાદ તેમણે ગુજરાત પોલીસ અને મીડિયાનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે દીકરી નિત્યાનંદિતા વિશે કેટલાક સવાલો પૂછ્યા હતા. તેમણે કહ્યું કે ’મારી દીકરી રોજ રોજ વીડિયો તૈયાર કરીને જે વાતો કરી રહી છે તેના વિશે હું એટલું જ પૂછવા માંગું છું કો જો તે ત્રિનિદાદમાં હોય તો ત્યાં જવા માટે તેને પૈસા કોણે આપ્યા?, તપાસ ખૂબ સારી દિશામાં થઈ રહી છે. મને સારો સહકાર મળી રહ્યો છે. હું સામાન્ય માણસ છું, મીડિયાના કારણે જ મને સહકાર મળી રહ્યો છે. મને અને મારા પરિવારને રોજ રોજ ધમકીઓ મળી રહી છે. હું આ સ્વામીને ભગવાન માનતો હતો પરંતુ મને આજે આ દિવસ જોવાનો વારો આવ્યો.’ જનાર્દન શર્માએ વધુમાં કહ્યું, “હું કોણ છું, ક્યાંથી આવ્યો છુ? હું તો સામાન્ય માણસ છું. પોલીસ સાચી દિશામાં તપાસ કરી રહી છે. મારી દીકરીઓના વીડિયો રિલીઝ થાય છે. આશ્રમ વાળા શું કરી રહ્યા છે, પૈસા ક્યાંથી આવ્યા? મારા પર જેટલા આક્ષેપો કરવા હોય તેટલા કરો પણ મારી દીકરી સાથે મળવા દો, જે વ્યક્તિ સામાન્ય વર્ગના માન મરતબાં પર હુમલો કરશે તે તૂટી જશે પરંતુ મારો એક જ મુદ્દો છે મારી દીકરીઓ ક્યાં છે?’ પિતા જનાર્દને જણાવ્યું કે મારી દીકરીઓને ’બેંગલુરૂથી અમદાવાદ શા માટે લઈ આવવામાં આવી? દિલ્હી પબ્લિક સ્કુલને આટલી જમીન આપવાની શું જરૂર પડી ? પિતાએ કહ્યું કે ’આશ્રમના સંચાલકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે, મારી દીકરીઓને મારે જીવતી રાખવાની છે.
આક્ષેપો કરવા હોય એટલા કરો પણ મને મારી દીકરીઓ સાથે મળવા દો

Recent Comments