(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા. ૧૯
લાઠીના શેખ પીપરીયા ગામના શખ્સે સુરત અને શેખ પીપરીયા ગામના શખ્સો પાસેથી ૫૦ લાખ જેટલી રકમ વ્યાજે લીધા બાદ તે વ્યાજના પૈસા ભરી ના શકતા શેખ પીપરીયા ગામે સુરતના શખ્સોએ આવી પોતાની વ્યાજની રકમ પરત આપી દેવા ધાકધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા લાઠી પોલીસમાં ૧૫ શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે.
લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામે રહેતા વિનુભાઈ કાળુભાઇ બોદર ઉવ-૪૭ એ સુરત અને શેખ પીપરીયાના મળી કુલ ૧૫ શખ્સો પાસેથી અલગ અલગ સમય દરમ્યાન ૪૯ લાખ ૪૬ હજાર રુપિયા વ્યાજે પૈસા લીધેલ હતા જે પૈસા ના વ્યાજ સહીત કુલ ૫૬ લાખ ૨૦ હજાર ચુકવવાંના હોઈ જે પૈસા ચૂકવી ના શકતા વ્યાજે રૂપિયા આપનાર ૧૫ શખ્સોએ શેખ પીપરીયા ગામે આવી કડક ઉઘરાણી કરી ધાક ધમકી આપતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા લાઠી પોલીસમાં વિનુભાઈ બોદર એ (૧) ભરતભાઇ ભીખુભાઇ મિયાત્રા રહે.બાલકૃષ્ણ (૨) સુરેશભાઇ બાબુભાઇ ધાનાણી (૩) મીતેષભાઇ પટેલ (૪) કાળુભાઇ પટેલ (૫) નીલેષભાઇ સાકરીયા (૬) અંકુરભાઇ રાખોલીયા (૭) ગૌતમભાઇ ખૂટ રહે.અંકલેશ્રર (૮) અમીતભાઇ પ્રવીણભાઇ ભાદાણી (રહે. બધા સુરત) તેમજ (૯) જેઠાભાઇ કાનાભાઇ બોદર (૧૦) હરુરભાઇ બચુભાઇ બોદર(૧૧) રામજીભાઇ લાલજીભાઇ સાકરીયા (૧૨) વિઠ્ઠલભાઇ વાલજીભાઇ કુભાણી (૧૩) રામજીભાઇ રણછોડભાઇ બોદર (રહે.બધા શેખ પીપરીયા) તેમજ (૧૪) મીઠાભાઇ જાવીયા (રહે. બાબરા) (૧૫) ગુણવંતભાઇ વિરજીભાઇ કાકડીયા (રહે. શેખ પીપરીયા) સામે ફરિયાદ નોંધાવેલ છે.