(એજન્સી) તા.૨૨
છેલ્લાં કેટલાક દિવસોથી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) ભારે ચર્ચામાં છે અને ત્યાંના વિદ્યાર્થીઓ જે દેખાવ કરી રહ્યાં છે તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. જો કે, અનેક લોકોના અભિપ્રાય અનુસાર આ દેખાવોની ટીકા કરવાને બદલે તેને સમર્થન આપવાની જરૂર છે અને તેના અનેક કારણો પણ છે. એમાં કોઈ શંકા નથી કે હોસ્ટેલ અને જમવાની ફી વધારવાથી ગરીબ વર્ગના વિદ્યાર્થીઓની તકલીફમાં ધરખમ વધારો થઈ જશે. ૨૦૧૭-૧૮ના જેએનયુના વાર્ષિક અહેવાલ અનુસાર ૧૫૮૬ જેટલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું. તેમાંથી ૪૦ ટકા વિદ્યાર્થીઓ નીચલી તથા મધ્યમ આવક ધરાવતા વર્ગના છે અને તેમના પરિવારોની આવક માસિક ૧૨,૦૦૦ રૂપિયા કે તેનાથી ઓછી જ છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ દર મહિને હોસ્ટેલ અને જમવા માટે ૨,૫૦૦ રૂપિયા ચૂકવે છે પરંતુ હવે તેમાં વધારો કરીને દર મહિને આ ખર્ચ ૮,૦૦૦ રૂપિયા કરી દેવાયો છે. ઘણાં વિદ્યાર્થીઓ ગરીબ વર્ગના છે. તેઓ આ ફી વધારો ચૂકવી નહીં શકે અને આ કારણોસર જ કદાચ તેઓ પોતાનો અભ્યાસ અધવચ્ચે પડતો મૂકી દેશે. અનેક અભિપ્રાયો અનુસાર યુનિવર્સિટીને આ નિર્ણયના માધ્યમથી બંધારણની કલમ ૧૪નો ભંગ કર્યો છે અને ગરીબ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કર્યો છે. બ્રાઉન વિરૂદ્ધ બોર્ડ ઓફ એજ્યુકેશન ૧૯૫૪ના ઐતિહાસિક ચુકાદામાં અમેરિકી સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે, એ કહેવું શંકાસ્પદ છે કે જે બાળકને શિક્ષણની તક આપવામાં ન આવે તે પોતાના જીવનમાં સફળ થશે. બધા લોકો માટે આ તક સમાન હોવી જોઈએ. તમામ દેશોમાં શિક્ષણનું મહત્ત્વ જળવાઇ રહેવું જોઇએ અને તમામ નાગરિકોને સમાન અધિકાર મળવા જોઈએ. ચાંદોગ્યા ઉપનિષદમાં પણ રાજા અશ્વપતિ કૈકેયાએ લખ્યું હતું કે ના મે જનપાંડે અવિદ્વાનહ. એટલે કે, મારા રાજ્યમાં કોઈ અશિક્ષિત ન રહેવું જોઇએ. પ્લેટોએ પણ કહ્યું હતું કે, રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાનની સ્થાપના કરવામાં આવે. પ્લેટો અનુસાર શિક્ષણની એક સારી વ્યવસ્થાની મદદથી તમામ પ્રકારના વિકાસના કાર્યો સરળતાથી આગળ વધારી શકાશે. જો શિક્ષણની અવગણના કરવામાં આવશે તો રાજ્ય માટે મુશ્કેલી પેદા થઈ શકે છે. જેએનયુના વિદ્યાર્થીઓને પણ આજે આપણા સમર્થનની જરૂર છે નહિં કે તેમની ટીકા કરવાની.
દેખાવો કરનારા JNUના વિદ્યાર્થીઓને તમારા સમર્થનની જરૂર છે ન કે ટીકાની : સુપ્રીમકોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુ

Recent Comments