વડોદરા, તા.૫
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં માર્કેશીટ કૌભાંડ મામલે આરોપી સુનિલ મોરીની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ હવે યુનિવર્સિટી દ્વારા સુનિલ મોરેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સુનિલની કરતુત સામે આવતા વિસી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
મહત્ત્વનુ છે કે, સુનિલ મોરે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો હતો. આ દરમિયાન સુનિલ મોરે નાપાસ થયેલા વિદ્યાર્થીઓની જૂની માર્કશીટો ચોરી કરતો હતો.
માર્કશીટ ચોરી કરીને સુનિલ તેમાંથી હોલમાર્ક અને સ્ટીકરો કાઢી લેતો હતો. ત્યાર બાદ નકલી માર્કશીટ બનાવતો હતો.