અમદાવાદના બંને મુસ્લિમ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ હાર્દિક પટેલની ઉપવાસ છાવણીની મુલાકાત  લેતા હાર્દિક પટેલે ખુબ જ ખુશી વ્યકત  કરી હતી. બંને મુસ્લિમ ધારાસભ્યોની મુલાકાત બાદ તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું હતું કે ‘ના જાત ના ધર્મ માત્ર બંધારણીય મૌલિક અધિકારોની વાત છે આજ ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે અહમદાબાદના મુસ્લિમ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા ઉપવાસ છાવણી પર ઉપસ્થિત રહ્યા હતા અને મારો જુસ્સો વધાર્યો હતો. ગુજરાતની જનતાએ હવે હિન્દુ-મુસલમાનના નામ પર લડી પોતાની તાકાત બગાડવી જોઈએ નહીં પરંતુ તેમના અધિકારો માટે લડી પોતાનું ભવિષ્ય બનાવવું જોઈએ, ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન’