(એજન્સી) નવી દિલ્હી,તા.૬
સોમવારે દિલ્હીના જેએનયુ કેમ્પસમાં ફરી એકવાર હંગામો થયો છે. કેટલાક વિદ્યાર્થીઓ સાથે મારપીટ થઈ છે. જેએનયુના વિદ્યાર્થીઓએ આરોપ મુકયો કે એબીવીપીના કેટલાક લોકો કેમ્પસમાં દાખલ થયા અને ડંડાથી હુમલો કરી પથ્થરબાજી કરી.
બસપાના સમર્થક સ્નેહાશીષે કહ્યું કે આજે સેમિસ્ટરના રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ હતો. ઓછા લોકો આવી રહ્યા હતા. ઘણાએ ફીનો વિરોધ કર્યો છે. સાબરમતી હોસ્ટલમાં ઘણા લોકોના હાથમાં ડંડા જોવા મળ્યા હતા. ડાબેરી અને બસપાના વિદ્યાર્થીઓનું કહેવું છે કે હુમલાખોરો એબીવીપીના હતા. જેઓ ઘણા દિવસથો આંટાફેરા કરતા હતા. જેએનયુની પેરિયાર હોસ્ટેલ સામે પણ પથ્થરબાજી શરૂ કરાઈ હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા. ઘટના બાદ પોલીસ આવી અને કેટલાક વિદ્યાર્થીઓએ સાથે લઈ ગઈ. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શાંતિ જાળવવા અપીલ કરી છે. સીતારામ યેચૂરીએ છાત્ર સંઘના પ્રમુખ ઘોષના ટવીટને રીટવીટ કરી કહ્યું કે આ વીડિયો બતાવે છે કે, સંઘ ભાજપ દેશને શું બતાવવા માગે છે. પરંતુ અમે તેમ થવા નહી દઈએ. જેએનયુના મેઈન ગેટ પોલીસે બંધ કરી દીધો છે. તેથી મીડિયા અંદર પ્રવેશી શકતો નથી. સાત એમ્યુલન્સ જેએનયુમાં મોકલાઈ છે. કહેવાય છે કે પૂરી ઘટના યોજનાબદ્ધ છે. તે માટે બહારના ગુંડા બોલાવાયા હતા.