લંડન,તા.૨૯
ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા ટી-૨૦ બ્લાસ્ટમાં સતત રનોનો વરસાદ થઈ રહ્યો છે. રવિવારે મોડીરાત્રે વોર્શટરશયર અને ડરહામ વચ્ચે રમાયેલી રમતમાં બે ધમાકેદાર અડધી સદી થઈ હતી. વોર્શટરશયર તરફથી રમતા ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે ફક્ત ૧૮ બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના રિકી વેસલ્સે ૨૦ બોલમાં અડધી સદી ફટકારી હતી.
બે અઠવાડિયા પહેલા વર્લ્ડ કપમાં માર્ટિન ગુપ્ટિલ ફ્લોપ રહ્યો હતો. જોકે, ટી-૨૦માં તે ધીમે-ધીમે ફોર્મમાં આવી રહ્યો છે. ડરહામ વિરૂદ્ધ તો તેણે રનનો વરસાદ કરી નાખ્યો હતો. ગુપ્ટિલે ફક્ત ૧૮ બોલમાં અડધી સદી ફટકારી હતી. દર ઓવરમાં તેના બેટમાંથી છગ્ગો નીકળી રહ્યો હતો. અડધી સદી બનાવ્યા પછી તે સતત રન બનાવતો રહ્યો હતો. ગુપ્ટિલે ફક્ત ૩૧ બોલમાં ૮૬ રન ફટકારી દીધા હતા. આ દરમિયાન તેના બેટમાંથી ચાર ચોગ્ગા અને ૧૦ છગ્ગા નીકળ્યા હતા. ગુપ્ટિલે ૭૨ રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. એટલે કે તેણે ફક્ત ૧૪ રન સિંગલ્સ અને ડબલ્સથી બનાવ્યા હતા. તેની ટીમ સામે ૧૮૨ રનનું લક્ષ્યાંક હતું. ૧૨ ઓવરમાં જ તેણે પોતાની ટીમને જીત સુધી પહોંચાડી દીધી હતી. ગુપ્ટિલ ૮૬ રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.
ટી-૨૦ બ્લાસ્ટમાં ગુપ્ટિલનો ધમાકેદાર અંદાજ… ૧૮ બોલમાં અડધી સદી ફટકારી

Recent Comments