ભાવનગર, તા.૮
ભાવનગર નજીકના શિહોર ગામની સ્વસ્તિક સોસાયટી-રમાં રહેતા સુરેશભાઈ છગનભાઈ ચૌહાણે એવી ફરિયાદ નોંધાવી હતી કે આ જ વિસ્તારમાં રહેતા કિશન વેલજીભાઈ ચૌહાણે ત્રણ વર્ષ દરમ્યાન તેની પત્નીને ધાક ધમકી આપી તેણીની ઈચ્છા વિરૂદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ વધુ એક વાર શારીરિક સુખની માગણીઓ કરતા સુરેશભાઈના પત્નીએ ઈન્કાર કરતા કિશન નામના શખ્સે આ કામના ફરિયાદી સુરેશભાઈ અને તેના પુત્ર ગૌરાંગ (ઉ.વ.૬)ને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સિહોર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.