(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા. ૧૦
બોડેલીના ઢોકલિયા વિસ્તારના એક યુવાનને બોડેલી તાલુકાના એક ગામના ઈસમોએ વાતોમાં લઈ અપહરણ કરી વડોદરા લઈ ગયા હતા. ત્યાં જઈ યુવાનને મારમારી રાતે બોડેલી છોડી ગયા હતા. ત્યારબાદ ગામમાં હોબાળો મચતા યુવાનના પરિવારજનો યુવાનને દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા.
બોડેલી વિસ્તારમાં ગતરાતે એક ચકચારી ઘટના બનતા આખુ ગામ હિલોળે ચઢ્યું હતું અને લોક મુખે ચર્ચા ચાલી હતી કે, બોડેલીના ઢોકલિયામાં રહેતાં એક યુવાનને બોડેલી તાલુકાના જ એક ગામના ઈસમો યુવાનને વાતોમાં લઈ અપહરણ કરી વડોદરા લઈ ગયા હતા અને ત્યાં ગોંધી રાખી માર માર્યો હતો અને યુવાનને રાત્રે બોડેલી ખાતે છોડી તે ઈસમો નીકળી ગયા હતા. ગામમાં વાયુવેગે આ વાત ફેલાતા યુવાનના સગા સંબંધીઓ દોડી આવી યુવાનને ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યારે કેમ માર્યો હશે ? કોઈ જૂનું વેર રાખવામાં આવ્યું છે ? જેવા સવાલો ચર્ચાયા હતા. આ ઘટના અંગે બોડેલી પોલીસને જાણ ન કરવામાં આવતા પોલીસ પણ દૂર રહેતા ઘટના પરથી પડદો ઉઠ્યો ન હતો.
બોડેલીના યુવાનનું અપહરણ કરી માર મારવાનું પ્રયોજન શું ?

Recent Comments