(એજન્સી)
મૈદુગુરી, તા.ર૩
ઉત્તરી નાઈઝીરીયાના કોંદુગા વિસ્તારની મસ્જિદમાં થયેલ આત્મઘાતી હુમલામાં સાત લોકોના મોત થયા હતા. નાઈઝીરીયન અધિકારીઓએ સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું હતું. બેલ્લો દમ્બાટા, બોરનો સ્ટેટ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના મુખ્ય બચાવ અધિકારીએ જણાવ્યું કે સાત લોકો ઘાયલ થયા હતા. તેમણે આગળ કહ્યું કે ઘાયલો અને મૃતદેહોને અહીંથી ૩૦ કિ.મી. દૂર આવેલા મૈદુગુરીના મેડિકલ સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. દમ્બાટાએ કહ્યું કે, આત્મઘાતી હુમલાવર સોમવારે ફઝરની નમાઝ પઢવા મસ્જિદમાં આવ્યો હતો અને ત્યારબાદ પોતાની જાતને બોમ્બ વડે ઉડાવી દીધી હતી. ત્યાં હાજર રહેલા પ્રત્યાદક્ષીએ જણાવ્યું કે, માર્યા ગયેલા સાત લોકોના મૃતદેહોના અંગો ચારેબાજુ ફેલાઈ ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે રર લોકો હરમ નેતાઓની ધરપકડ કરી હતી. તેઓ બધા સ્કૂલના બાળકોના અપહરણ અને પ૦ જેટલા આત્મઘાતી હુમલા કરાવવામાં સામેલ હતા.