(એજન્સી) કાબૂલ, તા.૩
પૂૂર્વીય અફઘાનિસ્તાનમાં શિયા મસ્જિદમાં થયેલ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા રપ લોકોના મૃત્યુ થયા છેે. જ્યારે ર૩ લોકો ઘવાયા છે. પ્રાંતિય રાજ્યપાલના પ્રવકતા અબ્દુલ્લાહ અસરતે આપેલ માહિતી મુજબ આ આત્મઘાતી હુમલા ગરદેઝની રાજધાની પાકિસ્તાની મસ્જિદમાં થયો હતો. મસ્જિદ શુક્રવારની નમાઝ પઢી રહેલા શ્રદ્ધાળુઓથી સંપૂર્ણ પણે ભરેલી હતી ત્યારે આ હુમલો થયો હતો. આ હુમલાની હજુ કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. પરંતુ ઈસ્લામિક સ્ટેટ આ પહેલાં પણ અફઘાનિસ્તાનમાં શિયા શ્રદ્ધાળુઓ પર હુમલા કરી ચૂક્યું છે.