અમદાવાદ,તા.૨૮
અમદાવાદ શહેરમાં ચોરી અને ચેઇન સ્નેચિંગનાં બનાવો સતત બનતા રહે છે. લોકોનાં ઘરમાં અને જાહેર રોડ પર પણ ચોરી-લૂંટફાટ કરી તસ્કરો ફરાર થઇ જાય છે. હવે તસ્કરોએ ધાર્મિક સ્થાનોને પણ નિશાન બનાવી ચોરી કરવાનું શરૂ કર્યું છે. કાલુપુર વિસ્તારમાં પાંચ કૂવા વિસ્તારમાં આવેલી મુલ્લા કાસિમની મસ્જિદમાંથી રૂ.૪ હજારની ચોરી થઇ છે.
કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કોઇ અજાણી વ્યક્તિએ રાત્રીનાં સમયે મુલ્લા કાસિમની મસ્જિદમાં પ્રવેશી દાનપેટીમાંથી રૂ.૪ હજારની મતાની ચોરી કરી હતી. બીજા દિવસે બપોરે નમાજ પડવા આવતી એક વ્યક્તિનાં ધ્યાનમાં આ વાત આવતાં તેણે આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચોરીનાં બનાવો સતત દિવસે ને દિવસે વધતા જાય છે. જેમાં ચેઇન સ્નેચરોની સંખ્યામાં પણ વધારો થતો જોવાં મળી રહ્યો છે. ત્યારે શહેરનાં ભીડભાડવાળા વિસ્તારમાં એટલે કે કાલુપુર વિસ્તારમાં આવેલ મસ્જિદમાંથી ચોરી કરાઇ હોવાંની એક ઘટના સામે આવી છે. જેમાં કાલુપુરની પાંચ કુવા વિસ્તારમાં આવેલ મુલ્લા કાસિમની મસ્જિદમાંથી રૂ.૪ હજારની ચોરી કરાઇ હોવાંની ઘટના સામે આવી છે. ત્યારે મહત્વની બાબત તો એ છે કે હવે તસ્કરો ધાર્મિક સ્થળોને પણ ચોરી કરવામાં બાકાત રાખી રહ્યા નથી એટલે તસ્કરોને ખુદાનો પણ ખોફ નથી.