(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
બંદૂકની સાથે એક નકાબધારી વ્યક્તિએ ગુરૂવારે રાત્રે ઈલફર્ડમાં સેવન કિંગ્સ મસ્જિદમાં પ્રવેશ કર્યો. નમાઝીઓએ તે શખ્સને ઈમારતની બહાર કાઢી દીધો હતો. તેમણે એક બંદૂકની ગોળીનો અવાજ સાંભળ્યો, વિચાર્યું કે, આ એક “ખાલી-ફાયરિંગ હેંડગન”નો અવાજ છે. બીબીસીના અહેવાલ મુજબ કોઈને પણ ઈજા કે નુકસાન થયું નથી. આ ઘટનાને આતંકવાદ સાથે સંબંધ નથી, તેવું માનવામાં આવી રહ્યું છે. નમાઝ શરૂ થવાના અડધા કલાક બાદ બંદૂકનો અવાજ સંભળાયો. હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. મુસ્લિમ કાઉન્સિલના પ્રવક્તા દ્વારા ટ્‌વીટર પર અપાયેલા એક નિવેદનમાં મસ્જિદના ઈમામ મુફતી સુહૈલે કહ્યું કે, સંદિગ્ધના ઈરાદાની હજુ ખબર પડી નથી. લંડનના મેયર સાદિકખાને ટિ્‌વટ કરી, હું સેવન કિંગ્સ મસ્જિદમાં આ ઘટના અંગે @metpoliceuk અધિકારી સાથે નિકટ સંપર્કમાં છું અને આ સાંભળીને રાહત થઈ કે, કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી. તમામે પોતાના વિશ્વાસને જોખમ અને ભયથી મુક્ત કરવા માટે સ્વતંત્ર હોવું જોઈએ. ઘટનાસ્થળે પોલીસ તૈનાત કરી દેવાઈ છે.