માંડવી, તા. રપ
કચ્છના માંડવી ખાતે ગત શુક્રવારના રોજ શાહબુખારી મસ્જિદની (પાયાવિધિ) સંગે બુનિયાદ રાખવામાં અવી હતી.
આ સંગે બુનિયાદ હાજી અનવરશા બાવાના હાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે શાહ બુખારી મસ્જિદના પ્રમુખ હસમતખાન પઠાણે બુખારીના વખતની ઐતિહાસિક મસ્જિદથી હાજરજનોને વાકેફ કર્યા હતા.
અનવરશા બાવાએ તેમની તકરીરમાં મસ્જિદનું મહત્ત્વ અને જરૂરિયાત સમજાવી હતી. સાથે-સાથે આમ માણસો સાથે મોમીનની વર્તણૂક કેવી હોવી જોઈએ ? તે અંગે પણ જણાવ્યું હતું. વધુમાં કોમી એકતા અંગે પણ આપે બ્યાન કરેલ કે, કચ્છમાં ભાઈચારો કાયમ છે. તે આજે અત્રે સાબિત થાય છે. કેમ કે, આ પ્રસંગે મસ્જિદના પાડોશી હિન્દુભાઈઓ પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે બહોળી સંખ્યામાં મહેમાનો હાજર રહેલ જેમાં મુખ્યત્વે હાજી આમદ જુણેજા, અલીમામદ રોહા, હાજી આમદ આગરીયા, અજીજભાઈ ચાકી, અબ્દુલ કાદર ઘાંચી, ખિદમત-એ-ખલ્ક ગ્રુપના પ્રમુખ હાજી ગુલામ હુસેન સમેજા, સુલેમાન રાયમા, કાસમભાઈ નોડે, હાજી કાસમશા બાવા, ઈબ્રાહીમભાઈ મેમણ, હાજી હસનભાઈ ઘાંચી, ઈન્જિનીયર જાવેદભાઈ ગુલાણી, અનવરભાઈ ગુલાણી, મૌલાના જાનમોહંમદ, કાસમભાઈ સમેજા, નૌશાદ ખલીફા, અરવિંદ ઠક્કર, કમલ જોષી, નીલેશ મોચી, હરીશચંદ્ર ઝાલા, પ્રેમજીભાઈ મોચી, યોગેશ ઝાલા, હરેશ ઠક્કર વગેરે હાજર રહ્યા હતા.
આ પાયાવિધિના કાર્યક્રમને સફળ બનાવવા હસમતખાન પઠાણની આગેવાની હેઠળ મસ્જિદ કમિટીના મેમ્બર અલ્તાફ ખલીફા, સીકંદર સમેજા, હાજી દાઉદખાન પઠાણ, મુસ્તાક લાલવાલા વગેરેએ જહેમત ઉઠાવી હતી.