(એજન્સી) શિકાગો, તા. ૧૯
ગયા વર્ષે અમેરિકાના ટેક્સાસની મસ્જિદને આગને હવાલે કરવાની કબૂલાત કરનારા તોફાની તત્વને કોર્ટે બુધવારે ૨૪ વર્ષકેદની સજા ફટકારી હતી સાથે જ વકીલે જણાવ્યું કે, આ ઘટના નફરતથી પ્રેરિત હતી. જુલાઇમાં માર્ક પેરેઝને ઘૃણાના અપરાધમાં દોષિત ઠેરવાયો હતો જેમાં તેણે દક્ષિણપશ્ચિમ ટેક્સાસમાં આવેલા વિક્ટોરિયા ઇસ્લામિક સેન્ટરને જુલાઇ ૨૦૧૭માં આગને હવાલે કર્યું હતું. પેરેઝ સામે ખટલો ચલાવવાની માગ કરનારા ન્યાય વિભાગે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અપરાધી જાસૂસી કરવાના ઇરાદે મસ્જિદમાં આગ ચાંપવાના અઠવાડિયા પહેલા મસ્જિદમાં ઘૂસી ગયો હતો.
ન્યાય વિભાગે જણાવ્યું હતું કે, નજરે જોનારા સાક્ષીએ કહ્યું હતું કે, પેરેઝે કાગળોને લાઇટરથી આગ ચાંપી હતી અને મસ્જિદમાં આગ લગાડ્યાની મિનિટો બાદ તેને જોઇ પેરેઝ કેવો ઉત્સાહિત બન્યો હતો તેનું વર્ણન કર્યું હતું. અન્ય સાક્ષીઓએ એમ પણ કહ્યું કે, આનાથી પેરેઝ સંદેશ પહોંચાડવા માગતો હતો સાથે જ તેણે ઉમેર્યું કે, મુસ્લિમ વિરોધી નિવેદનો આપ્યા હોવાની જુબાની આપી હતી. એફબીઆઇના એજન્ટ એડવર્ડ માઇકલે નિવેદનમાં કહ્યું કે, પેરેઝ આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે. ધાર્મિક ક્રિયાઓ અને માન્યતાઓને જાહેરમાં કરવાથી દેશના કોઇપણ વ્યક્તિએ ડરવાની જરૂર નથી. આ ઘટનાથી ટેક્સાના વિક્ટોરિયામાં રહેતા ઇસ્લામિક સમુદાય માટે વિશ્વભરમાથી સમર્થન પ્રાપ્ત થયું હગતું. આ મસ્જિદ ફરી બાંધવા માટે સમગ્ર વિશ્વના ૯૦ મુસ્લિમ દેશોમાંથી એક મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કરાયું હતું. આ મસ્જિદ ફરીવાર ગત સપ્ટેમ્બર માસમાં ફરી ખોલવામાં આવી હતી.