સુરેન્દ્રનગર, તા.રપ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી બજાણા રોડ ઉપર રેલવે ફાટક પાસે સુપર પટ્ટી વિસ્તારમાં રહેતા કાજલ બેન પરતાપભાઈ નામની અઢાર વર્ષની યુવતીનું ડેન્ગ્યુમાં મોત નિપજ્યું છે. જેની હજી શાહી પણ સુકાઈ નથી ત્યારે ડેન્ગ્યુમાં વધુ એક બાળકોનું પાટડી વિસ્તારમાં ડેન્ગ્યૂમાં મોત થતા ચકચાર મચી ગયો છે. જ્યારે સપ્તાહમાં ડેન્ગ્યુમાં બેના મોત થયા છે. ત્યારે જાણવા મળતી વિગત અનુસાર પાટડી ગામ ખાતે વાસોરિયા વાસમાં રહેતા સલીમભાઈ પઠાણના પુત્ર રેહાન સલીમભાઈ પઠાણ ઉંમર વર્ષ બાર જેને સામાન્ય તા આવતા પાટડી ખાતે આ મધ્યમ વર્ગના મુસ્લિમ પરિવારે સારવાર અપાવી ત્યારબાદ રેહાનને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પઠાણ પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. ત્યારે પાટડી વિસ્તારમાં ડેન્ગ્યુના અનેક કેસો આ અગાઉ નોંધાયા હતા. ત્યારે સરકાર દ્વારા અધિકારીઓની ટીમો પણ આ વિસ્તારમાં તપાસ માટે મોકલી હતી ત્યારે આરોગ્યતંત્ર દ્વારા કયાં અને કેવા પ્રકારની તપાસ કરી તે અંગે પણ પાટડી ખાતે ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલ તો સપ્તાહમાં કાજલ નામની યુવતી અને રેહાન નામના બાળકનું મોત નિપજતા ડેન્ગ્યુમાં સપ્તાહમાં બેનાં મોત નિપજતા પાટડી તાલુકામાં ચકચાર મચી ગઈ છે.