અમરેલી, તા.૧૨
અમરેલીમાં ચિતલ રોડ ઉપર રહેતી એક યુવતીને સાત દિવસ પહેલા બીજા પુત્રનો જન્મ થતા તેને નજર લાગી જશે તેવી માનસિકતાથી પિડાઈ ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જ્યારે બાબરાના ઘુઘરાળા ગામના યુવાને અગમ્ય કારણોસર ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો.
અમરેલીના ચિતલ રોડ ઉપર ગિરિરાજ સોસાયટીમાં રહેતી રિન્કુબા પ્રદીપસિંહ ચુડાસમા(ઉ.વ.૩૧)ને સાત દિવસ પહેલા બીજા પુત્રનો જન્મ થયેલ હતો અને તેના પુત્રને કોઈકની નજર લાગી જશે તેવા ભય અને માનસિકતાથી પોતાના ઘરના છતમાં પંખા સાથે દુપટો બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ અંગે સિટી પોલીસમાં પ્રદીપસિંહ નટવરસિંહ ચુડાસમાએ જાહેર કર્યું હતું.જ્યારે બાબરાના ઘુઘરાળા ગામે રહેતા સુરેશ રામજીભાઈ ચાવડા (ઉ.વ.૩૦) નામના શખ્સે પોતાના ઘરના છતના હુકમ દોરી વડે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો.