ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. બીજી તરફ મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતતા લાવવા જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનો કાર્યરત બન્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે મતદારો જાગૃત થાય અને પોતાના મતનું મહત્ત્વ સમજે તે હેતુથી કેટલાક સ્વૈચ્છિક સંગઠનોએ સામૂહિક રીતે સ્કુટર રેલી યોજી શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરી ‘આપ કા વોટ હી આપ કી અવાજ’ ‘સુબ્હ સવેરે વોટ દે આઓ’ ‘વોટર આઈડી સંગ લેજાઓ’ જેવા સૂત્રોના બેનરો સાથે લઈ લોકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.
મતદાન જાગૃતિ રેલી : ‘આપ કા વોટ હી આપ કી અવાજ’

Recent Comments