(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧૯
ગીરગઢડા તાલુકાના ખિલાવડ ગામે રહેતા ૧૧૦ ઉમરના વૃદ્ધ આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાન કરશે. ખિલાવડ ગામે રહેતા અને ખેતી કામ કરતા જેરામભાઇ કરશનભાઇ અકબરી (ઉ.વ. ૧૨૫) તેઓ તા.૨૩ એપ્રિલના મતદાન કરશે. તેમણે જણાવેલ કે મતદાન કરવું એ આપણો હક છે. અને મતદાન જરૂર કરવું જોઇએ. અમારા જમાનામાં તો પહેલા સવારે ઉઠીને ભેગા થયા બાદ મતદાન કરવા જતા હતા. પહેલા મતદાન કરવા જતાં ત્યારે પેલાતો અમે સીકો મારીને ડબામાં નાખતા મત હવે તો નવું આવ્યું કે, મશીનમાં બટન દબાવીએ એટલે મતદાન થઇ ગયું. આમ જેરામભાઇ આટલી ઉંમર થવા છતાં દરેક ચૂંટણીમાં મતદાન કરવાનું ચુકતા નથી અને દરેક ચૂંટણીમાં અચુક મતદાન કરે છે. હાલ તો તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હોય હલન ચલન અને કોઇપણ ખોરાક આરોગી શકે છે. આજ સુધી કોઇપણ રોગ થયો નથી કે દવા પણ ખાધી નથી. ખિલાવડ ગામે રહેતા અને ૧૧૦ની ઉંમરના જેરામભાઇ સોલંકી કહે છે હવે તો મતદાન કરવા માટે મશીન આવી ગયા છે. ત્યારે બેલેટ પેપરવાળું મતદાન થાય તો સારૂ વૃદ્ધએ દરેક ચૂંટણીમાં મતદાન કરેલ હોય તેમણે એકપણ મતદાન કરવા ચુક્યા નથી અને હાલ તેઓ પાંચમી પેઢી જોવ છું તેવુું જણાવેલ હતું.