માતૃત્વ એ પ્રેમ છે

માતૃત્વ એ ધૈર્ય છે

માતૃત્વ એ સારસંભાળ છે

માતૃત્વ એ અંશ છે

માતૃત્વ એ બલિદાન છે

માતૃત્વ એ સુંદરતા છે

માતૃત્વ એ જવાબદારી છે

માતૃત્વ એ હાસ્ય છે

માતૃત્વ એ આનંદ છે

માતૃત્વ એ સૌમ્ય છે

માતૃત્વ એ વિશ્વાસ છે

માતૃત્વ એ માન્યતા છે

 

‘માતા’ અને ‘માતૃત્વ’ને વર્ણવવા માટે આખેઆખો શબ્દકોષ ઓછો પડે. પશુ-પક્ષી હોય કે માનવી દરેકના જીવનમાં તેની ‘માતા’નું સ્થાન અનોખું હોય છે. આપણા જીવનની ચડતી-પડતી, તડકી-છાંયડીમાં આપણા સથવારે કોઈ હોય કે ન હોય પરંતુ આપણા પડખે આપણી ‘મા’ તો ઊભેલી જ હશે. કહેવાય છે ને કે ‘ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી તેથી તેમણે ‘મા’નું સર્જન કર્યું. જ્યારે આપણે જીવનના બે માર્ગો વચ્ચે અટવાઈ પડીએ ત્યારે આપણને સાચો માર્ગ દેખાડનાર જો કોઈ હોય તો તે ‘મા’ છે.

ફ્લોરિડાના સેન્ટ ઓગસ્ટીન એલીગેટર ફાર્મ ખાતે મગરનું બચ્ચું તેની માતાના માથા પર બેસીને રમૂજ કરી રહ્યું હતું. તે સમયની આ તસવીર છે. ફક્ત માનવી જ નહીં પરંતુ પ્રાણીઓના બચ્ચા અને તેની માતા વચ્ચે પણ ગાઢ સંબંધો હોય છે.