અમદાવાદ,તા.૧૬
ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી ૧૮મી ડિસેમ્બરે છે. મતગણતરી પહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપા પર ગંભીર આક્ષેપ કર્યા છે. ટવીટ કરીને હાર્દિક પટેલે કહ્યું કે ૧૮ ડિસેમ્બર પહેલા એટલે કે શનિવાર અને રવિવારની રાત્રે ભાજપા ઈવીએમમાં છેડછાડ કરી શકે છે. હાર્દિકે દાવો કર્યો છે કે, જો ઈવીએમમાં કોઈપણ પ્રકારની છેડછાડ ન થાય તો ભાજપ ૮ર બેઠકોથી વધુ મેળવી શકશે નહીં. શનિવારે ટવીટર માધ્યમથી હાર્દિકે ભાજપા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. હાર્દિકે કહ્યું કે શનિવાર અને રવિવારે રાત્રે ભાજપા ઈવીએમમાં છેડછાડ કરી શકે અને છેડછાડ થશે તો ભાજપ ૮ર બેઠકોથી વધુ મેળવી શકશે નહીં. આ સાથે હાર્દિકે વધુ એક દાવો કરતા કહ્યું કે ઈવીએમમાં ચેડાં કરી ભાજપ ગુજરાતમાં જીતશે. પણ હિમાચલ પ્રદેશની ચૂંટણી હારી જશે. ગુજરાતમાં ભાજપાની હારનો મતલબ ભાજપાનું પતન છે. આમ ગુજરાતમાં જીતે અને હિમાચલ પ્રદેશમાં હારી જશે જેથી કોઈ સવાલ ઉઠાવે નહીં.
EVM કરતાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવી વધુ યોગ્ય
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરના ઉપયોગને વધુ યોગ્ય ગણાવ્યું છે. સાથે જ હાર્દિકે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી છે. ગુજરાત ચૂંટણીનું ૧૮મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થવાનું છે ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગણી કરી હાર્દિકે ટ્‌વીટમાં લખ્યું છે કે “આપણે EVM મશીનનો ઉપયોગ શા માટે કરીએ છીએ, જેથી મતગણતરી જલદી થઈ શકે પણ ચૂંટણી પૂર્ણ થયા છતાં પણ ૫-૭ દિવસ સુધી શા માટે ઈફસ્ બંધ રૂમમાં રાખવા પડે છે. તેનાથી સારું છે કે બેલેટ પેપરથી મતદાન કરાવમાં આવે તેમાં પણ EVM જેટલો સમય નથી લાગતો. હિમાચલ પ્રદેશમાંના EVM એક મહિના સુધી પડી રહ્યા.