અંકલેશ્વર, તા.૧૯
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય અને જનતાદળ (યુ)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છોટુભાઈ વસાવાને જનતાદળ(યુ)ના રાષ્ટ્રીય કાર્યકરણી અધ્યક્ષ બનાવતા ઝઘડિયામાં ઉત્સવ જેવો માહોલ, નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષને શુભેચ્છા પાઠવવા કાર્યકરો તેમના વતન માલજીપુરા ખાતે ઉમટી પડ્યા.
જનતાદળ(યુ)માં નીતિશકુમાર જૂથથી અલગ પડી. શરદ યાદવ જૂથના અને ગુજરાતના ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાને રાષ્ટ્રીય કાર્યકરણી અધ્યક્ષ બનાવતા તેમના શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. નવનિયુક્ત અધ્યક્ષે એક વાતચીતમાં જણાવ્યું હતું કે દેશમાં અમે મહાગઠબંધન બનાવીશું અને સત્તામાં રહેલાઓએ જે પ્રજાને પરેશાન કરી છે તેમાંથી અમે મુક્તિ અપાવીશું, સંવિધાનના વિરોધીઓને અમો પાઠ ભણાવીશું. ચૂંટણીમાં તેઓ મુખ્ય પાણી, શિક્ષણ, કુપોષણ અને શિડ્યુલ પ અને ૬ના અમલનો મુદ્દો ઉઠાવશે. દેશમાં ૧૦૦માંથી ૪૩ બાળકો ભૂખ્યા રહે છે. પણ મહિલાઓ કુપોષિત છે. આવનારી ચૂંટણીમાં તેઓ ગુજરાતભરમાં બેઠકો માટે કોંગ્રેસ સાથે વાટાઘાટો કરશે તથા અન્ય રાજકીય પક્ષો જેઓ લોકોના હિતની વાત કરશે તેવા પક્ષો સાથે વાતચીત કરવાનું જણાવ્યું હતું. પોતાની પ્રજા સાથે વાતચીત કરવાનું જણાવ્યું હતું. પોતાની પ્રજા સાથે છેતરપિંડી કરનાર વર્તમાન શાસકોને પ્રજા માફ નહીં કરે, જે શાસકો ગુજરાતને છેલ્લા ર૬ વર્ષથી લૂંટી રહ્યા છે તેઓને આવનાર ચૂંટણીમાં પ્રજા તિલાંજલી આપશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નર્મદા ડેમના ટ્રાયબલના પાણીની તેઓ ચોરી કરી રહ્યા છે. સંવિધાનના શિડ્યુલ પ અને ૬નો સરકાર અમલ કરતી નથી અને મતોના રાજકારણ માટે નર્મદા ડેમનું પાંચમી વખત ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે.
ઓક્સિજન વગરની હોસ્પિટલો, જીએસટી નોટબંધી સરકારની જાન લેશે
ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાને જનતાદળ (યુ)ના રાષ્ટ્રીય કાર્યકરણી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પ્રજાની કમર તોડનાર જીએસટી, નોટબંધી અને ઓક્સિજન વગરની હોસ્પિટલો વર્તમાન શાસકોની સરકારની જાન લેશે અને આવા લોક વિરોધીઓને તિલાંજલી આપશે.