અમદાવાદ,તા. ૩૦
સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં વધુ નવ લોકોના મોત થયા છે. જ્યારે ૧૩૩ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. નવના મોત સાથે જ મોતનો આંકડો વધીને ૩૫૨ થઇ ગયો છે જ્યારે વધુ ૧૩૩ કેસો નોંધાતા જાન્યુઆરીથી લઇને ઓગસ્ટ સુધી કુલ કેસોની સંખ્યા વધીને ૪૮૭૪ સુધી પહોંચી ગયો છે. કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થયો છે. સ્વાઈન ફ્લુથી મોતના મામલામાં ગુજરાત સૌથી અગ્રણી રાજ્ય પૈકી થઇ ગયું છે. ૨૦૦૯ બાદથી સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં ૧૬૭૮ મોત થયા છે અને ૧૫૭૫૫ કેસો નોંધાયા છે. કિલર સ્વાઈન ફ્લુને કાબૂમા લેવામાં સફળતા મળી રહી છે તેવા ગુજરાત સરકારના દાવાઓ છતાં સ્વાઇન ફ્લુના કારણે દરરોજ મોતનો સિલસિલો જારી રહ્યો છે. સરકારી આંકડા દર્શાવે છે કે, છેલ્લા ૧૨ દિવસના ગાળામાં સ્વાઈન ફ્લુના કારણે ૧૧૦ના મોત થઇ ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આટલા ગાળામાં જ સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ૨૩૬૦ થઇ ગઇ છે. તેમછતાં સરકારી તંત્ર સાચા આંકડા બહાર ના આવે અને લોકોમાં સ્વાઇન ફુલની સાચી પરિસ્થિતિ ખુલ્લી ના પડી જાય તે હેતુથી સાચી આંકડાકીય માહિતી પણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમછતાં સ્વાઇન ફલુના મામલે સરકાર અને સત્તાવાળાઓની નિષ્ફળ કામગીરી ખુલ્લી પડી જ ગઇ છે. આ સિવાય અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, કચ્છ-ભુજ સહિતના વિસ્તારોમાં પણ સ્વાઇન ફલુના ભરડામાં સંખ્યાબંધ લોકો હોમાયા છે. અત્યારસુધીનો કુલ મૃત્યુઆંક ૩૪૩ સુધી પહોંચી ગયો છે. ખુદ સરકારી તંત્રના દાવા મુજબ, રાજયભરમાં સ્વાઇન ફુલને લઇ હાથ ધરાયેલા સર્વેક્ષણમાં અત્યારસુધીમાં શંકાસ્પદ જણાતાં હજારો વ્યકિતઓને પ્રોફાઇલેકટીક સારવાર હેઠળ આવરી લેવાયા છે. રાજયમાં હાલ સ્વાઇન ફલુના સેંકડો દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે પૈકી અનેક દર્દીઓ વેન્ટીલેટર પર છે. દરમ્યાન સરકાર અને મહાનગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા રાજયની વિવિધ સરકારી હોસ્પિટલોમાં સ્વાઇન ફુલના રક્ષણ માટે આર્યુવેદિક ઉકાળાનું વિતરણ થઇ રહ્યું છે. હાલમાં મોટી સંખ્યામાંદર્દીઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હોવાનું પણ જાણવા મળ્યું છે.

સ્વાઈન ફ્લૂનો કહેર

ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે કહેર જારી રહ્યો છે. વધુ પાંચના મોત થયા છે. સ્વાઈન ફ્લુનો કહેર નીચે મુજબ છે.
ગુજરાતમાં વધુ મોત ૦૯
ગુજરાતમાં નવા કેસોની સંખ્યા ૧૩૩
ગુજરાતમાં મોતનો આંકડો ૩૫૨
ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા ૪૮૭૪
ગુજરાતમાં માત્ર ૧૨ દિવસમાં મોત ૧૧૦