અમદાવાદ, તા.૧૦
રાજ્યમાં વર્ષ-ર૦૦રમાં ગોધરામાં ફાટી નીકળેલા તોફાનો બાદ નરોડામાં અને નરોડા ગામમાં પણ તોફાનો ફાટી નીકળ્યા હતા. નરોડા ગામમાં થયેલાં કથિત હત્યાકાંડમાં ૧૧ લોકોનાં મોત થયા હતા. આ કેસની તપાસ વિશેષ તપાસ સમિતિ પાસે હોવા છતાં પણ કેસની સુનાવણી કેટલાય સમયથી સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે. આ કેસમાં જે ઘટના બની તેમાં તે સમયે માયાકોડનાની, બાબુ બજરંગી સહિતનાં આરોપીઓ ઘટના સ્થળે હાજર હતા કે નહીં તે અંગેની સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમ્યાન બાબુ બજરંગી સ્ટિંગ ટ્રાન્સ્ક્રીપ્ટ સાથે કોર્ટમાં ચલાવાયું હતું.
વર્ષ-ર૦૦રના ગોધરામાં ફાટેલા રમખાણો બાદ નરોડા પાટિયા અને નરોડા ગામમાં પણ તોફાનો ફાટી નીકળ્યા હતાં. આ કથિત તોફાનોમાં ૧૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેની સુનાવણી સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે. જેની સુનાવણી શુક્રવારના રોજ પણ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં બાબુ બજરંગી અને માયાકોડનાની તથા બીજા આરોપીઓ ઘટના સ્થળે મોજુદ હતા કે નહીં તે અંગેની સુનાવણીઓ ચાલુ જ છે. આ કેસમાં અને સુનાવણીમાં ખાનગી ચેનલ દ્વારા કરાયેલ સ્ટિંગની સીડી ફરીથી કોર્ટમાં જોવામાં આવશે અને સુનાવણીમાં બાબુ બજરંગીનું પુરેપુરૂં સ્ટિંગ ટ્રાન્સક્રીપ્ટ સાથે કોર્ટમાં ચલાવાયું હતું તેવી માહિતી સાંપડી છે.
આ કેસ વિશેષ તપાસ સમિતિ કરી રહી હોવા છતાં પણ કેસની સુનાવણી અમદાવાદ સેશન્સ કોર્ટમાં છેલ્લાં ઘણા વર્ષોથી ચાલી રહી છે તેથી તેને છ માસમાં પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
નરોડા પાટિયા હત્યાકાંડ કેસનો ચુકાદો કોર્ટે આપી દીધો છે. જેમાં માયાકોડનાની નિર્દોષ છુટી ગયા છે અને બાબુ બજરંગીને જેલની સજા થઈ છે. જેની તપાસ પણ SITએ જ કરી હતી. અને અત્યાર સુધીમાં SIT ૭ જેટલા રમખાણોની તપાસ કરી ચૂકી છે અને તેનો ચુકાદો વિશેષ કોર્ટ દ્વારા આપી દેવાયો છે. જ્યારે એક જ નરોડા ગામ રાયોટિંગ કેસનો ચુકાદો આટઆટલા વર્ષો વિતવા છતાંય આવી શક્યો નથી. SIT દ્વારા ૪પ૦થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધી તપાસ પૂર્ણ કરવામાં આવી છે. નરોડા ગામ કેસમાં કુલ ૮ર આરોપીઓ છે જેમાંથી ૧૧ આરોપીઓના મોત થઈ ચૂક્યા છે. સાક્ષીઓના નિવેદનોને આધારે જો સાબિત થાય કે ઘટના સ્થળે માયાકોડનાની અને બાબુબજરંગી હાજર હતાં તો તેમની પર કાનૂનો ગાળિયો કસાય તેમ છે તેમને સજા થઈ શકે છે.
એવા માયા કોડનાની સહિતના લોકો ઘટનાસ્થળે હાજર હતા કે નહીં ?? સેશન્સ કોર્ટમાં ફરી સુનાવણી શરૂ

Recent Comments