(એજન્સી) મુંબઈ,તા.૧૬
ભારતીય ટેસ્ટ ઓપનર મયંક અગ્રવાલે સતત અભૂતપૂર્વ દેખાવ કરી તેની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ત્રીજી સદી ફટકારી હતી. જમણેરી બેટસમેને ર૮૩ બોલમાં ૧પ ચોક્કા સહિત ૧ છક્કા સાથે સદી કરી હતી. બાંગ્લાદેશે માત્ર ૧પ૦ રન કર્યા હતા. ભારતીય બેટસમેનોએ રન ઝડપી પુરા કર્યા હતા. ચેતેશ્વર પુજારા પ૦ રન કરી આઉટ થયો હતો. વિરાટ કોહલી શુન્ય પર આઉટ થયો હતો. રહાણે અને મયંક અગ્રવાલે ધરખમ ઈનિંગ ખેલી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડયું હતું. મયંક અગ્રવાલની ધુઆધાર બેટીંગના નેટીઝનોએ ભારે વખાણ કર્યા હતા.