(એજન્સી) લખનઉ,તા. ૨૪
બહુજન સમાજ પાર્ટી (બસપ)ના વડા માયાવતીએ મંગળવારે દિલ્હીમાં જણાવ્યું કે અપરિપક્વ નિર્ણયો લેવા બદલ ભાજપ સરકારને યાદ રખાશે. સરકારના અપરિપક્વ નિર્ણયોને કારણે લોકોના જીવ ભયમાં મુકવા, દેશમાં લોકશાહીને હાનિ પહોંચાડવા, હત્યાઓ કરવા માટે છૂટોદોર આપવા અને હિંસક ટોળા દ્વારા નિર્દોષ લોકોને રહેંસીનાખવાની ઘટનાઓ વધી ગઇ છે. માયાવતીને એમ કહેતા ટાંકવામાં આવ્યાં કે મોબ લિંચિંગ સંકુચિત માનસિકતા ધરાવતા ભાજપના સભ્યો અને સમર્થકોનું કૃત્ય છે પરંતુ તેઓ મોબ લિંચિંગને દેશભક્તિ ગણે છે. તેમણે એવું પણ કહ્યું કે હું અલવરના લિંચિંગની ઘટનાને વખોડી કાઢું છું પરંતુ વિચારૂં છું કે આ કેસમાં ભાજપ યોગ્ય પગલાં ભરશે નહીં, તેથી કોર્ટને હસ્તક્ષેપ કરવાની હું વિનંતી કરૂં છું.