(એજન્સી) તા.ર૦
બહુજન સમાજ પાર્ટીના મુખિયા માયાવતીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે. અમારું ગઠબંધન સારી સ્થિતિમાં છે. તેમનું માનવું છે કે, વર્તમાન પરિસ્થિતિઓમાં ચૂંટણી ના લડવું પાર્ટીના હિતમાં છે. સપા અને બસપાના ગઠબંધન પછી આ વાતની ચર્ચાએ વેગ પકડ્યો કે શું માયાવતી ચૂંટણી લડશે. આજે પ્રેસ કોન્ફરન્સ પછી તે તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે.
સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન પછી બંને જ પાર્ટીઓ દરેક મોરચા પર એકબીજાની સાથે નજર આવી રહી છે. કાલે જ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ‘ઈતિહાસ ચક્ર’ નામથી સપા-બસપા ગઠબંધનનો લોગો ટ્‌વીટ કર્યો હતો. સાથે જ બસપા સુપ્રીમો હતું કે, આ સમય મહાપરિવર્તનનો છે જે મુશ્કેલ રહેશે.