(એજન્સી)
નવી દિલ્હી, તા.૧પ
માયાવતીએ વડાપ્રધાન મોદી અને ભાજપ પર નિશાન તાકી કહ્યું છે કે મોદી સરકાર દલિત વિરોધી છે. દલિતોને ગુમરાહ કરે છે. ભાજપ શાહી ખર્ચા કરે છે. નોટબંધીના નામે મોટું કૌભાંડ આચર્યું છે.
માયાવતીએ કહ્યું કે મોદી ગુજરાતમાં લાંબો સમય મુખ્યમંત્રી રહ્યા ત્યારે સાંપ્રદાયિક હિંસા એક કલંક હતું. યુપીમાં મારૂં શાસન દગામુક્ત હતું. સૌથી વધુ બેનામી સંપત્તિવાળા લોકો ભાજપ સાથે જોડાયેલા છે. જનહિત અને દેશહિતના મુદ્દે બસપા અધ્યક્ષ ફીટ છે. જ્યારે મોદી અનફીટ છે. હવે મોદીની નાવ ડૂબી રહી છે. આરએસએસએ પણ તેમનો સાથ છોડી દીધો છે. ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ બાન લાગવા છતાં નેતાઓ દેવ-દર્શન કરવા જાય છે. તેનો મીડિયામાં પ્રચાર થાય છે. જેને ચૂંટણી પંચે ગંભીરતાથી લેવું જોઈએ.
માયાવતીએ કહ્યું કે ભાજપની નાવ ડૂબી રહી છે. ત્યારે હવે આરએસએસ પણ ભાજપનો સાથ છોડી રહ્યા છે. તેમણે યુપીના બસપાના શાસન અને ગુજરાતના ભાજપના શાસનની તુલના કરી કહ્યું કે યુપી બસપાના શાસનમાં અરાજકતા અને દગામુક્ત હતું. જ્યારે મોદી શાસન ગુજરાતમાં દગામુક્ત કાળા કલંક સમાન રહ્યું.
યોગી આદિત્યનાથનું નામ લીધા વગર માયાવતીએ કહ્યું કે ચૂંટણી પંચના આદેશો છતાં તેનું ઉલ્લંઘન કરે છે ત્યારે ચૂંટણી પંચે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.
માયાવતીએ કહ્યું કે, મોદી ભારતીય સંસ્કૃતિને જાળવવામાં અને બંધારણની રક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે. જે દેખાય છે તેવા નથી. નોટબંધી મોટું કૌભાંડ છે. તેની તપાસ થવી જોઈએ.
અરૂણ જેટલી પરર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું કે, એક બિમાર વ્યક્તિ નાણાં મંત્રાલય સંભાળી રહ્યા છે. તેઓ નાણાંમંત્રી તરીકે બિનકાર્યક્ષમ પૂરવાર થયા