લખનઉ,તા.૬
બસપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને દિલ્હીની પોલીસે હૈદરાબાદ પોલીસનું જોઇને પ્રેરણા લેવી જોઇએ. માયાવતીએ એવો આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર અત્યાચારો વધી રહ્યા છે ત્યારે યોગી આદિત્યનાથની સરકાર ઊંઘી રહી છે. માયાવતીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં અપરાધીઓ સાથે સરકારી મહેમાન જેવો વર્તાવ કરવામાં આવી રહ્યો છએ. ઉત્તર પ્રદેશની અને દિલ્હીની પોલીસે હૈદરાબાદ પોલીસ પરથી પ્રેરણા લેવી જોઇએ કે ઘૃણાસ્પદ અપરાધો કરનારા સાથે શું કરવું જોઇએ.