નવી દિલ્હી, તા.૧
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં પોલીસ દ્વારા વિવેક તિવારીની કરવામાં આવેલી હત્યાથી રાજકારણ ગરમાયું છે. આ મામલે રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીઓએ સરકારને આડે હાથે લીધી છે.
સોમવારે બીએસપી સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે, અમે આ મામલે પરિવાર સાથે છીએ. સરકારે આરોપી પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
તેમને કહ્યું કે, રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધરવી જોઈએ. માયાવતીએ યોગી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, યોગી રાજમાં બ્રાહ્મણોનું શોષણ થઈ રહ્યું છે.
માયાવતીએ કહ્યું કે જો હું મુખ્યમંત્રી હોત તો પહેલાં ગુનેગાર પોલીસ અધિકારીઓ સામે એકશન લઈને બાદમાં પરિવારને મળતી.
ઉત્તરપ્રદેશમાં બ્રાહ્મણોનું શોષણ થઈ રહ્યું છે : માયાવતી

Recent Comments