નવી દિલ્હી, તા. ૭
૨૦૧૯માં થનારી લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. બસપા સુપ્રીમો માયાવતીએ એલાન કરી દીધુ છે કે લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીનું સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન થશે.
વર્તમાન સમયમાં કર્ણાટક ચૂંટણીમાં બસપાનું ગઠબંધન જનતા દળ સેક્યુલર સાથે છે. વિધાનસભા ચૂંટણીમાં બસપા જેડીએસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યું છે. કર્ણાટકમાં જ માયાવતીએ ઈશારો કરી દીધો કે બંને પાર્ટીઓ વચ્ચે આવનાર સામાન્ય ચૂંટણીમાં ગઠબંધન થશે. જો કે આની માટે બેઠકોની વહેંચણી થવાની બાકી છે.
માયાવતી કર્ણાટક વિધાનસભા ચૂંટણીને પગલે જનતા દળ સાથે રેલીને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે જેડીએસના કુમારાસ્વામી પણ હાજર હતા. આ રેલી દરમિયાન માયાવતીએ સપા સાથે ગઠબંધન વિશે કહ્યું કે ગઠબંધનનું માત્ર એલાન બાકી છે. જ્યારે સીટો એડજસ્ટમેન્ટ હશે ત્યારે આ ગઠબંધનનું એલાન થઈ જશે.
જેડીએસ કુમારાસ્વામીએ માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા. જેડીએસના એક નેતા કહ્યું. બહેનજી એક માત્ર નેતા છે જે સમગ્ર દેશમાં એક ફિનોમેના છે. જેડીએસે તેમને ત્રીજા મોર્ચામાં વડાપ્રધાન પદના સશક્ત દાવેદાર જણાવ્યા.