સિડની, તા.પ
મેકગ્રા ફાઉન્ડેશન માટે ફંડ એકત્રિત કરવામાં પોતાના તરફથી મદદ કરતા ભારતીય ક્રિકેટરોએ મેકગ્રાને પોતાના હસ્તાક્ષરવાળી ગુલાબી કેપ ભેટ કરી આ દિગ્ગજ ઝડપી બોલરની પત્ની ઝેનની યાદમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પૂરી રીતે ગુલાબી દેખાયું. છેલ્લા ૧૦ વર્ષથી ઓસ્ટ્રેલિયા મેકગ્રા ફાઉન્ડેશન માટે ધન એકત્રિત કરવાના ઉદ્દેશથી નવા વર્ષની શરૂઆતમાં ગુલાબી ટેસ્ટ મેચનું આયોજન કરી રહ્યું છે. આ ફાઉન્ડેશન સ્તન કેન્સર પ્રતિ જાગૃતતા ફેલાવવા અને મદદ કરવા જોડાયેલં છે. આ સામાજિક કાર્ય પ્રતિ પોતાની ભાગીદારી બતાવતા ભારતીય કપ્તાન કોહલીએ પોતાના ગ્લોઝ અને પેડ પર પણ ગુલાબી રંગની પટ્ટી લગાવી છે. મેકગ્રા ફાઉન્ડેશને પોતાના ટ્‌વીટર પેજ પર લખ્યું છે. આ જોઈ ઘણું સારૂં લાગ્યું કે ભારતીય ક્રિકેટ ટીમ મેદાન પર જ નહીં પણ મેદાનની બહાર પણ લાજવાબ છે. મેકગ્રાને ટીમ પેન અને તેના ઓસ્ટ્રેલિયન સાથી ખેલાડીઓએ પણ ઝેન મેકગ્રા દિવસ પર બૈગી ગુલાબી કેપ પ્રદાન કરી.