(એજન્સી) નવી દિલ્હી, તા.રર
હનીપ્રીતના પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ ખુલાસો કર્યો કે રામરહીમક અને હનીપ્રીત વચ્ચે પિતા પુત્રીનો સંબંધ ન હતો. વિશ્વાસે કથિત રીતે આરોપ લગાવ્યો કે તેની તમામ સંપત્તિ ડેરાએ જબરદસ્તી છીનવી લીધી હતી. રામરહીમ તેને સતત ધમકી આપ્યા કરતો હતો અને માનસિક ઉત્પીડન પણ કર્યા કરતો હતો. મીડિયા સાથે વાતચીત કરતાં વિશ્વાસ ગુપ્તા ભાવુક થઈને રડવા લાગ્યો હતો. વિશ્વાસે તેના જીવને ખતરો છે. એમ પણ કહ્યું હતું અને સાથે પ્રેસ કોન્ફરન્સ કરી તે પોતાનો જીવ દાવ પર લગાવી રહ્યો છે એમ કહ્યું હતું. વિશ્વાસ ગુપ્તાએ રામરહીમ અને હનીપ્રીતની કાળી દુનિયા એકદમ નજીકથી જોઈ હતી. વિશ્વાસે કહ્યું કે, રામરહીમે જ હનીપ્રીત સાથે તેના લગ્ન કરાવ્યા હતા અને એના કારણે જ તેને તલાક લેવા પડ્યા હતા. રામરહીમ પોતાની તાકાતનો ઉપયોગ કરીને સતત તેને ઉત્પીડન કરતો હતો. ગુપ્તાએ ખુલાસો કર્યો કે હનીપ્રીત બાબાના રૂમમાં જ તેની સાથે રહેતી હતી તેને બન્નેને આપત્તિજનક હાલમાં પણ જોયા હતા. તેમની વચ્ચે પિતા-પુત્રીનો સંબંધ ન હતો. તેણે જણાવ્યું કે, તે બન્ને રૂમમાં રહેતા ત્યારે વિશ્વાસને ગુરમીત રૂમની બહાર ઊભો રાખતો હતો. વિશ્વાસે કહ્યું કે ભલે અમારા લગ્ન રામરહીમે કરાવ્યા હતા પણ ગુરમીત માટે હું એક પ્યાદો જ હતો. મારો ખાલી ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશ્વાસે કહ્યું કે ખોટા કેસ મામલે ફસાવીને જેલ મોકલી દેવામાં આવ્યો હતો. જેલમાં પણ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને સાથે પોલીસમાં પણ રામરહીમના અનેક લોકો છે. વિશ્વાસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ પ્રેસ કોન્ફરન્સ બાદ કદાચ તે પત્રકારોને ફરીથી ન મળી શકે. તેણે કહ્યું કે બાબા ભલે જેલમાં બંધ હોય પરંતુ તે એટલો શક્તિશાળી છે કે કંઈ પણ કરાવી શકે છે. મારા જીવને પણ ખતરો છે.