(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
હદિયા નામની યુવાન મહિલાએ ઈસ્લામ ધર્મ અંગીકાર કરી શેફીન જહાન નામના મુસ્લિમ સાથે લગ્ન કર્યા હતા. તેણીએ દિલ્હી જતાં પહેલાં કોચિનના વિમાની મથકે પત્રકારોને કહ્યું કે મેં કોઈ દબાણવશ ધર્મ પરિવર્તન કર્યું નથી. હું મારા પતિ સાથે, રહેવા માંગું છું. અખિલા અશોકન નામની હિન્દુ યુવતીએ મુસ્લિમ ધર્મ સ્વીકારી શેફીન નામના મુસ્લિમ સાથે લગ્ન કર્યા બાદ તેના માતા-પિતાએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ હદિયાની સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરનાર છે ત્યારે હદિયા તેના માતા-પિતા સાથે કોચિનથી દિલ્હી રવાના થઈ હતી. રપ વર્ષની હદિયા નામની યુવતી હાલમાં તેના માતા-પિતા પાસે રહે છે. માતા-પિતાએ દબાણપૂર્વક લઝાનોઆરોપ મૂક્યો છે. હદિયા અને તેના માતા-પિતા ૧૬ પોલીસ અધિકારીની સુરક્ષા હેઠળ ૪ વાહનોમાં કોચિન હવાઈ મથકે આવ્યા હતા. જ્યાંથી તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. સુપ્રીમ કોર્ટે ૩૦ નવેમ્બરે કહ્યું કે હદિયા યુવાન છે તેની ઈચ્છા જાણવી જોઈએ. તેણીએ શા માટે મુસ્લિમ સાથે લગ્ન કર્યા. કોર્ટમાં સુનાવણી થશે. મેમાં કેરાલા હાઈકોૈટે હદિયાના લગ્નને રદ કર્યા હતા અને યુવતીને તેના માતા-પિતા સાથે મોકલી દીધી હતી. ર૬ વર્ષના મુસ્લિમ પતિ શેફીન જહાને સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદા સામે અપીલ કરી હતી. તેમજ એનઆઈએને આ કેસની તપાસ સોંપી હતી કે આ જેહાદી કેસ છે નહીં. નવેમ્બર ૧૪ના રોજ શેફીને કોટયામ પોલીસ વડા સમક્ષ ફરિયાદ દાખલ કરી આરોપ મૂક્યો હતો કે તેની પત્ની હદિયાને તેના માતા-પિતા પુનઃ ધર્મ પરિવર્તન કરાવી શકે છે. સોમવારે કોર્ટમાં રજૂ કરતાં પહેલાં તેનું ધર્મપરિવર્તન થઈ શકે છે. જે આરએસએસના અભિયાન ઘરવાપસી મુજબ થઈ શકે છે. ઈસ્લામિક મેટ્રીમોનિયલ વેબસાઈટ પર મૂકેલ જાહેરાત બાદ શેફીન અને હદિયાની મુલાકાત થઈ હતી. જે વેબસાઈટ પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલ છે. જેના પર એનઆઈએ દ્વારા ત્રાસવાદીઓ સાથે જોડાણનો આરોપ ચૂક્યો છે. તેના વકીલે કહ્યું હતું કે એકબીજા પર વિશ્વાસવાળા લગ્નને લવ જેહાદ તરીકે જોવા ન જોઈએ.