(એજન્સી) જિદ્દાહ, તા. ૨૪
મક્કાના કિંગ સલમાન તરફથી શહેરના ગવર્નર પ્રિન્સ ખાલિદ અલ-ફૈસલે પવિત્ર હરમ શરીફના મુખ્ય સંચાલક ઝૈનુલ આબિદીન અલ-શાઇબીને નવું પવિત્ર કાબા કિસ્વા (કાળું કપડું) સોંપી દીધું હતું. કાબા શરીફની ચારે તરફ ઢાંકવામાં આવતા કિસ્વાને પાંચ ભાગમાં બનાવવામાં આવે છે જ્યારે પાંચમો ભાગ કાબા શરીફના મુખ્યદ્વાર પર લગાવવામાં આવે છે. કિસ્વાને તૈયાર કરવામાં કેટલાક મહિનાઓ લાગે છે અને તેમાં શુદ્ધ ધાતુ તથા શુદ્ધ સિલ્કનો ઉપયોગ કરવામાં આવે છે.
કિસ્વાને તૈયાર કરવા સુધીમાં ૧૭૦ સૌથી અનુભવી કારીગરો દિવસ રાત મહેનત કરે છે જ્યારે તેને તૈયાર કરવામાં ઘણા ભાગોની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. અરાફાતને દિવસે સામાન્ય રીતે કિસ્વાને કાબા શરીફ પર ઢાંકવામાં આવે છે. દુનિયાની સૌથી પવિત્ર મસ્જિદની બાબતોના મુખ્ય પ્રમુખ પણ આ પ્રસંગે હાજર રહે છે અને અન્ય પ્રમુખો જેમ કે, પયગમ્બર મોહંમદ (સ.અ.વ.)ની મુખ્ય મસ્જિદના પ્રમુખ ડો. અબ્દુલ રહેમાન અલ-સુદૈસ, ઉપપ્રમુખ ડો. મોહંમદ અલ-ખુઝૈમ અને કિસ્વા ફેક્ટરીના ડાયરેક્ટર જનરલ મોહંમદ બાજોદાહ હાજર રહે છે.
મક્કાના ગવર્નરે હરમ શરીફના મુખ્ય સંચાલક ઝૈનુલ આબિદીન અલ-શાઇબીને પવિત્ર કિસ્વા સોંપ્યું

Recent Comments