(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
માનવ અધિકાર જૂથ સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ દ્વારા દાખલ કરાયેલા ફરિયાદના આધારે પગલાં લેતા ભારતીય ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરિટી(એનબીએસએ) સમાચાર ચેનલ ઝી ન્યૂઝને બે સમુદાય વચ્ચે નફરત, દુશ્મની ફેલાવવા માટે જવાબદાર ચોક્કસ કાર્યક્રમોના વીડિયોને હટાવવાના નિર્દેશ આપ્યા છે. ઝી ન્યૂઝ દ્વારા પ્રસારિત ‘ક્યા કહેતા હૈ ઇન્ડિયા’ ટાઇટલ સાથેના કાર્યક્રમ અંગે સીજેપીની ફરિયાદમાં એનબીએસએને સજાગ કરાયું હતું જેમાં વર્ષ ૨૦૧૮ના જુનમાં જમ્મુ-કાશ્મીરના લોકો વિરૂદ્ધ ફેલાયેલી હિંસાનો ઉલ્લેખ કરાયો હતો. બંને તરફની દલીલો સાંભળ્યા બાદ એનબીએસએએ શોધ્યું કે, ચેનલે દિશાનિર્દેશનો ભંગ કર્યો છે અને તેથી તેની વેબસાઇટ પરના કાર્યક્રમોના વીડિયોને હટાવવા માટે નિર્દેશ આપ્યા છે.
પહેલી મેએ જસ્ટિસ આરવી રવિન્દ્રમ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવ્યું હતું કે, એનબીએસએએ નક્કી કર્યું છે કે, ઝી ન્યૂઝ બ્રોડકાસ્ટરને ચેતવણી આપવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારના ભંગને ગંભીર ગણવામાં આવશે. એનબીએસએએ એવા પણ નિર્દેશ આપ્યા હતા કે, ઝી ન્યૂઝની વેબસાઇટ અથવા કોઇપણ લીંક પરથી આવા વીડિયો તાત્કાલિક અસરથી હટાવી એનબીએસએને જાણ કરવાનું રહેશે.
વેબસાઇટ પરથી નફરતભર્યા કન્ટેન્ટ હટાવવા ઝી ન્યૂઝને ‘મીડિયા બોડીના’ નિર્દેશ

Recent Comments