(એજન્સી) કોલકાત્તા, તા.૩
કોલકાત્તાની મેડિકલ કોલેજમાં બુધવારે સવારે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગ ફાર્મસી વિભાગમાં લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ આવી પહોંચી હતી અને આગને બુઝાવી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રપ૦ દર્દીઓને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. તેમને બીજી ઈમારતમાં ખસેડાયા હતા. તમામ સુરક્ષિત છે.
પ્રાથમિક જાણકારી મુજબ સવારે ૮ કલાકે કોલકાત્તાની મેડિકલ કોલેજમાં ફાર્મસી વિભાગમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતાં દર્દીઓ બારીમાંથી કૂદકો મારી ભાગવા લાગ્યા હતા. શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું ભરણ છે. ૧૯૪૮માં મેડિકલ કોલેજની સ્થાપના થઈ હતી. જે પ્રેસિડેન્સી કોલેજ નજીક છે.