મર્હૂમ નવાબખાન અબ્બાસખાનની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન, લાયન્સ ક્લબ ઓફ દિગ્વિજયનગર  તેમજ hatim-8નવાબખાન પરિવારના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સર્વરોગ નિદાન મેગા મેડિકલ ચેકઅપ કેેમ્પનું આયોજન શનિવારના રોજ એમ.એસ.પબ્લિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ઈલેક્ટ્રો. કાર્ડિયોગ્રામ દ્વારા હૃદયરોગની નિઃશુલ્ક તપાસ, સ્ત્રી રોગનું નિદાન તથા લેબોરેટરી તપાસ થેલેસેમિયા મેજર-માઈનોર અંગેની તપાસ, મ્યુ.કોર્પોરેશનની ડૉક્ટરોની ટીમ તથા લાયન્સ ક્લબ ઓફ દિગ્વિજયનગરના નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી હતી તથા દવાઓનું વિનામૂલ્યે વિતરણ, આયુર્વેદિક તથા હોમિયોપેથીક સારવાર તથા આંખના રોગોની તપાસ તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરી આંખોના નંબર માટે ફ્રીમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ રોગો તથા આંખોના ઓપરેશન  તથા ચશ્મા માટે કુલ ૨૯૯૩ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો.  આ મેગા મેડિકલ કેમ્પમાં શહેરના મેયર ગૌતમ શાહ, દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમાર તથા દાણીલીમડા વોર્ડના સ્થાનિક કોર્પોરેટરો શહેઝાદખાન પઠાણ, રહીમભાઈ સુમરા, જમનાબેન વેગડા, રમીલાબેન પરમાર તથા નવાબખાન પરિવારના સભ્યો અને ડૉ.હબીબખાન પઠાણે ખડે પગે હાજર રહી લોકોની સેવા કરી હતી. આ પ્રસંગે હેલ્થ ખાતાના અધિકારીઓની પૂરી ટીમ તેમજ ડૉક્ટરોની ટીમ પણ હાજર રહી હતી.