(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
મેધા પાટકરના હાલમાં બહાર આવેલ પાસપોર્ટ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. આ વિવાદમાં એમને મુંબઈ પાસપ્  ાોર્ટ કચેરીથી નોટિસ આપવામાં આવી હતી. આ ઘટના પછી એનસીસીએલના અધ્યક્ષ વી.કે. સકસેનાએ મુંબઈ પાસપોર્ટ કચેરીને પત્ર લખી માહિતી આપી છે કે, મેધા પાટકરે બે વધુ ફોજદારી કેસો તમારાથી છૂપાવ્યા છે.
રરમી નવેમ્બરે એમણે પત્ર લખી જણાવ્યું હતું કે, મેં મેધા પાટકર પાસે ર૦૦૧ અને ર૦૦૬માં ફોજદારી કેસો દાખલ કર્યા હતા. જે દિલ્હીની સાકેત કોર્ટમાં પડતર છે. મેધાએ ર૦૧૭માં પાસપોર્ટ માટે અરજી કરી હતી જેમાં એમની સામે મધ્યપ્રદેશમાં દાખલ થયેલ ૯ કેસો જણાવ્યા ન હતા એ ઉપરાંત મારા બે કેસોનો ઉલ્લેખ પણ કર્યો ન હતો. જેથી પાસપોર્ટ કચેરીએ એમની સામે કાયદાકીય પગલા લેવા જોઈએ.
મુંબઈની પાસપોર્ટ કચેરીએ હાલમાં મેધા પાટકરને કારણ દર્શાવો નોટિસ મોકલાવી હતી. જેમાં પ્રશ્ન કર્યો હતો કે, તેઓએ પોતાની અરજીમાં ફોજદારી કેસોનો ઉલ્લેખ નથી કર્યો જેથી તમારો પાસપોર્ટ કેમ જપ્ત કરવામાં નહીં આવે. પાસપોર્ટ કેચરીને માહિતી મળી હતી કે, પાટકર સામે ત્રણ કેસો બરવાનીમાં, એક કેસ અલીરાજપુરમાં અને પાંચ કેસો ખંડવામાં પડતર છે જેનો ઉલ્લેખ પાટકરે અરજીમાં કર્યો ન હતો.
પાસપોર્ટ કચેરીએ પાટકરને ૧૦ દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. એના પછી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ વર્ષના જૂન મહિનામાં પાસપોર્ટ કચેરીને સમક્ષ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પાટકર બાબત ઉપરોક્ત માહિતી અપાઈ હતી.