(એજન્સી) શિલોંગ, તા.૧૧
મેઘાલયમાં મધરાતનો સમય છે અને કાતિલ ઠંડી પણ છે. મુખ્ય પ્રધાન મુકુલ સંગ્મા હજુ પણ શિલોંગ સ્થિત નવા સચિવાલયમાં પોતાના કાર્યાલયમાં બેઠા છે. કોંગ્રેસ નેતાઓનું એક જૂથ તેમને રાજકીય ઘટનાઓ અંગે વાકેફ કરવા આવી પહોંચે છે. બે બિઝનેસમેન તેમને મળવા આતુર છે. સંગ્મા પણ ભારે ઉત્સાહમાં છે. પોતાના કાર્યાલયમાં એક બોર્ડ બતાવીને મુખ્ય પ્રધાન એક ખાસ મુલાકાતમાં જણાવે છે કે, મારા પહેલાના મુખ્ય પ્રધાનો જુઓ તમે. કોઈક એક વર્ષ રહ્યા તો કોઈ થોડા વર્ષ. રાજ્યમાં અસ્થિરતા હતી. રાજ્ય સરકારનો ઇતિહાસ તપાસીએ તો જણાશે કે ૨૦૧૨ બાદ ૧૦ વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસનના ટૂંકા સમયગાળાને બાદ કરીએ તો આઠ સરકારો આવી હતી. મેં ૨૦૧૦માં સત્તાની બાગડોર સંભાળી હતી અને મેઘાલયને સ્થિરતા બક્ષી છે કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયો છે. માળખાગત સુવિધાઓ પણ વધી છે. હવે લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ આ સ્થિરતાને જોખમમાં મુકવા માગે છે કે કેમ ?
મેઘલાયના મતદારો સમક્ષ સ્થિરતાનો એક મોટો સવાલ ઊભો થયો છે. પરંતુ વિરોધ પક્ષ જેવું કંઈ છે નહીં. કોંગ્રેસની આ એક મોટી આશા છે. મુખ્ય પડકારરૂપ જોઈએ તો સંગ્માના પોતાના પ્રદેશ ગેરો હિલ્સના એક નેતા, દિવંગત પી.એ. શર્માના પુત્ર કોનરેડ સંગ્મા પણ ચૂંટણી જંગમાં છે. આમ મેઘાલય રાજ્ય ભલે નાનું છે પરંતુ તેનો વિસ્તાર મોટો છે. જો કોંગ્રેસ સત્તા ગુમાવશે તો તેની પાસે રાષ્ટ્રીય સ્તરે માત્ર ત્રણ રાજ્ય બચશે. ભાજપ જો સત્તા પર આવશે તો વીસ રાજ્યોમાં તેમનો દબદબો ચાલુ રહેશે.