(એજન્સી) તા.૧૯
પુલવામાં હુમલા બાદ સમગ્ર દેશમાં કાશ્મીરીઓ માટે વિરોધ જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક જુદા જુદા રાજ્યો કાશ્મીરી લોકો વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન મેઘાલયના ગવર્નર તથા ગત રોયે કાશ્મીરીઓ વિશે એક વિવાદિત નિવેનદ આપ્યું છે. રોયે પોતાનું નિવેદન વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, લોકોને કાશ્મીરનો બોયકોટ કરવો જોઈએ ત્યાંના લોકોનો સામાન ખરીદવો જોઈએ નહીં અને કાશ્મીરનો પ્રવાસ કરવો જોઈએ નહીં. ભારતીય સેનાના એક નિવૃત કર્નલની અપીલ છે. આવાનાર બે વર્ષ માટે કાશ્મીર અને અમરનાથની યાત્રા ના કરો કાશ્મીર એમ્પોરિયા અથવા કાશ્મીરી વ્યાપારીઓની વસ્તુઓ ખરીદો નહીં. જે દરેક શિયાળામાં આવે છે. કાશ્મીરીની તમામ વસ્તુઓનો બહિષ્કાર કરો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તો ટુરિઝમ વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોએ કાશ્મીરની ટૂર જ ન કરવાનો નિર્ણય લીધો છે. એક પણ બુકિંગ ન કરવાના લેવાયેલા નિર્ણયને પગલે ગુજરાતમાંથી કાશ્મીરની ટૂરનું આયોજન નહીં થાય.