અંકલેશ્વર, તા.૩૦
અંકલેશ્વરના એ.આઈ.એ. હોલ ખાતે ૬૯મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સૂફીસંત મહેબૂબ અલીની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો.
આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત છૈંછ હોલ ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો. જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રા. અર્ગે, દ.ગુ.ના મુખ્ય વન સંરક્ષક એ.પી.સિંગ છૈંછના પ્રમુખ મહેશ પટેલ, નોટીફાઈડ ચેરમેન મનોજ પટેલ, ઉપપ્રમુખ અશોક ચોવટીયા, જશુ ચૌધરી, પાનોલી નોટીફાઈડ એરીયાના ઝ્રર્.ં. ચૌહાણ, અંકલેશ્વર નોટિફાઈડના ઝ્રર્.ં. ચૌહાણ, અંકલેશ્વર વન વિભાગના ઇ.હ્લર્.ં. જે.પી.ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અંંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ અંકલેશ્વર નોટીફાઈડ એરીયાના સહયોગથી યોજાયેલ આ જિલ્લા કક્ષાના વન મહોત્સવનું દિપ પ્રાગટ્ય કરી રાજ્યના અલ્પસંખ્યક નાણાં તેમજ વિકાસ વિભાગના ચેરમેન મહેબૂબ અલી બાવાએ ખૂલ્લો મૂક્યો હતો.
આજથી જિલ્લાના દરેક તાલુકામાં આગામી ૧પમી ઓગસ્ટ સુધી વૃક્ષ રથ થકી વૃક્ષોના છોડોનું વિતરણ થશે તેમજ ઠેર-ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો હાથ ધરાશે. વન મહોત્સવ દરમ્યાન વૃક્ષોના વાવેતર, પર્યાવરણની જાળવણી તેમજ વન્ય જીવોના સંરક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર વ્યક્તિઓને આર્થિક પ્રોત્સાહક ભંડોળના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
સમારંભના અધ્યક્ષ મહેબૂબ અલીએ આ વન મહોત્સવને પર્યાવરણ મહોત્સવ ગણાવ્યો હતો અને સમગ્ર પ્લાનેટ ઉપર પ્લાન્ટનું વાવેતર જ ગ્લોબલ વોર્મિંગ જેવી મહાકાળી સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે તેઓએ પ્રત્યેક વ્યક્તિ એક વૃક્ષનું ફરજિયાત વાવેતર કરે તેવો આગ્રહ સેવ્યો હતો.