(એજન્સી) શ્રીનગર, તા. ૩૦
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ આર્ટિકલ ૩૭૦ની જોગવાઇઓને સમાપ્ત કરવા અંગે નાણા મંત્રી અરૂણ જેટલી પર નિશાન સાધતા કહ્યું છે કે, જો કેન્દ્ર સરકાર બંધારણની કલમ ૩૭૦ને ખતમ કરશે તો જમ્મુ-કાશ્મીર અને ભારત વચ્ચેના સંબંધો સમાપ્ત થઇ જશે. આર્ટિકલ ૩૭૦ એક પુલની જેમ છે, જો તમે તે જ પુલને તોડશો તો જે મહેબૂબા મુફ્તિ જમ્મુ-કાશ્મીર અને ભારતના બંધારણના સોગંદ લે છે અને અવાજ ઉઠાવે છે તો પછી તે કેવી રીતે અવાજ ઉઠાવશે. પછી તો તમારે ફરીથી જમ્મુ-કાશ્મીર અને ભારતના સંબંધો બનાવવા પડશે અને તેની નવી શરતો હશે. શું તમે આ માટે તૈયાર છો. શું તમે એક મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશ સાથે ફરીથી મળવા માગશો ? જમ્મુ-કાશ્મીરે ફરીથી વિચારવું પડશે કે તે ભારત સાથે રહેવા માગે છે કે નહીં.