(એજન્સી) શ્રીનગર,તા.૧૪
વાહિયાત અને વિચિત્ર : જમ્મુ-કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓની અટકાયત કડક પબ્લિક સેફટી એકટ હેઠળ કરાઈ છે. સરકારના આ કૃત્ય સામે આ બે શબ્દો સંપૂર્ણ રીતે બંધબેસતા છે. મહેબુબા મુફતી સામેના ડોઝિયરમાં કહેવાય છે કે એમના પક્ષના ધ્વજનો રંગ લીલો છે જે કટ્ટરવાદી સૂચક છે. મહેબુબાની પુત્રીએ પ્રશ્ન કર્યો કે જેડીયુનો ધ્વજ પણ લીલો છે તો શું એ કટ્ટરવાદી સૂચક નથી ? શું ચૂંટણીપંચે ધ્વજને મંજૂરી આપી નથી ? શું સૈન્ય લીલા રંગનો યુનિફોર્મ નથી પહેરતી ? મહેબુબા મુફતી ઉપરાંત ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા નઈમ અખ્તર, સરતાજ મદની અને અલી મોહમ્મદ સાગર સામે પણ પીએસએની કલમો લગાવાઈ છે. ઓમર અને મહેબુબા ઉપર સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી કરવાના પણ આક્ષેપો મુકાયા છે. જે ખોટા છે ઓમરે ૧૪મી ઓગસ્ટે ટવીટ કરી લખ્યું હતું કાશ્મીરમાં જે થઈ રહ્યું છે એની સામે શાંતિ રાખો, મહેબુબા અને ઓમર બંનેએ ભાજપ સાથે સમયાંતરે સત્તામાં ભાગીદારી કરી હતી. ઓમર વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા અને મુફતીના પક્ષ પીડીપીએ ભાજપ સાથે જમ્મુ-કાશ્મીર રાજયમાં ર૦૧૬થી ર૦૧૮ સુધી સરકાર ચલાવી હતી. આ પહેલી વખત નથી કે પીએસએ હેઠળ જે આક્ષેપો મુકાયા છે એ અસ્પષ્ટ છે અને કાયદાના પરીક્ષણમાં સફળ થવામાં નિષ્ફળ રહ્યા છે. તેમ છતાંય આ પ્રથમ વખત બન્યુ છે કે મુખ્ય ધારાના પક્ષોના નેતાઓ સામે આનો ઉપયોગ કરાયો છે. પીએસએ હેઠળ સરકાર કોઈપણ એવી વ્યકિત જેમના દ્વારા અસ્થિરતા ફેલાવવાની સંભાવના હોય એમની સામે લાગુ કરી શકે છે અને પ્રથમ ત્રણ મહિના સુધી કોઈપણ ટ્રાયલ ચલાવ્યા વિના ચાલુ રાખી શકે છે. આ કાયદો ૧૯૭૮માં શેખ અબ્દુલ્લાના શાસનમાં ઘડાયો હતો જેનો ઉદ્દેશ્ય લાકડાના દાણચોરોને નશ્યત કરવાનો હતો જેનો પાછળથી રાજકીય બદલો લેવાતા સાધન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અદાલતોએ કાશ્મીરમાં પબ્લિક સેફટી એકટના દુરૂપયોગને ૪૦ વર્ષથી માફી આપી છે

Recent Comments