(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૧
જમ્મુ અને કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપીના વડાં મહેબૂબા મુફ્તીએ તેમના વિશે કરવામાં આવેલી એક ટિપ્પણી અંગે રીપબ્લિક ટીવીના સ્થાપક અર્નબ ગોસ્વામીને બદનક્ષીની નોટિસ મોકલી છે. મહેબૂબા મુફ્તીએ ગુરૂવારે ‘જનતા કા રિપોર્ટર’ના અહેવાલને પોતાના ટિ્વટર હેન્ડલથી શેર કરીને તેની પુષ્ટિ કરી છે. અગાઉ અર્નબ ગોસ્વામીએ પણ બુધવારે પોતાના શો માં મુફ્તી દ્વારા મોકલવામાં આવેલી બદનક્ષીની નોટિસનો ઉલ્લેખ કર્યો હતો. મુફ્તીએ બુધવારે પોતાના વકીલ મારફત ગોસ્વામીને આ કાનૂની નોટિસ મોકલી છે. મહેબૂબાએ પોતાની વિરૂદ્ધમાં દુર્ભાવનાપૂર્ણ, અપમાનજનક અને વખોડવાપાત્ર નિવેદન અંગે ગોસ્વામી સામે આ પગલું ભર્યું છે. ગુરૂવારે ‘જનતા કા રિપોર્ટર’ના અહેવાલને શેર કરીને ટિ્વટ કરીને મહેબૂબા મુફ્તીએ લખ્યું કે હા, મેં પોતાના વકીલના માધ્યમથી અર્નબ ગોસ્વામીને કાનૂની નોટિસ મોકલી છે. તેમણે કહ્યું કે ટીઆરપી કોઇ પત્રકારત્વ નથી.
‘કાશ્મીરી લાઇફ’ વેબસાઇટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નોટિસમાં એવો આરોપ મુકવામાં આવ્યો છે કે રીપબ્લિક ટીવી પર પાંચમી જુલાઇએ હેશટેગ સાથે એક કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહેબૂબા મુફતી સામે અર્નબ ગોસ્વામીએ દુર્ભાવનાપૂર્ણ આરોપ મુક્યા હતા. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે અર્નબનો એ શો મુફ્તીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઉદ્દેશથી પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુફ્તી સામે ખોટા અને પાયાવિહોણા આરોપ મુકવામાં આવ્યા હતા.
નોટિસમાં અર્નબ ગોસ્વામીના એક નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિવેદનમાં અર્નબે કહ્યું હતું ‘અને મહેબૂબા મુફ્તી જે છે તેઓ ફર્સ્ટ ક્લાસ ફ્લાય (ઉડાન) કરે છે મુંબઇમાં, અને લેવિશ શોપિંગ ટિપ્સ, તમે જાણો છો સુશીલ પંડિત, એટલો ખર્ચ કરે છે, જે લોકોએ જોયું છે, એટલો… અને જ્યારે આવે છે તો ફાઇવ સ્ટાર હોટલમાં, બધું જ તેમના માટે, આખો ફ્લોર બુક થઇ જાય છે. આટલા નાણા ક્યાંથી આવે છે. તમે લોકો કાશ્મીરના લોકોનું લોહી ક્યાં સુધી પીશો…’
મહેબૂબા મુફ્તી તરફથી બદનક્ષીની નોટિસ મળ્યાની પુષ્ટિ કર્યા બાદ અર્નબ ગોસ્વામી મુશ્કેલીમાં મૂકાયા

Recent Comments