(એજન્સી) મુંબઈ, તા.રર
પંજાબ નેશનલ બેંકમાંથી ૧ર,૬૩૬ કરોડ રૂપિયાની લોન લઈ કૌભાંડ આચરી વિદેશ ભાગી ગયેલા ઉદ્યોગપતિ મેહુલ ચોકસીએ તેમની સામે સીબીઆઈએ બહાર પાડેલા બિનજામીનપાત્ર વોરંટને રદ કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ચોકસીએ તેમના વકીલ સંજય અબોટ દ્વારા આ અરજી દાખલ કરી એવું કારણ બતાવ્યું છે કે જો તે ભારત પરત આવે તો તેમની જિંદગી સામે જોખમ છે. તેમણે એક ટી.વી. ડિબેટમાં આ વાત જણાવી હતી.
તેમણે કહ્યું કે ટીવી ડિબેટ દરમ્યાન બે કોલરોએ કૌભાંડ અંગે તેમના મત રજૂ કરવા કહ્યું હતું ત્યારે તેઓને આઘાત લાગ્યો હતો. ચોકસીએ કહ્યું કે તેમને ભારત લાવી ઠાર મારવાની યોજના છે. કોલરે એવું કહ્યું કે આ પ્રકારે એવો સંદેશ આપવા માંગે છે કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવા કૌભાંડ આચરે નહીં. બે કોલરોએ કરેલા ફોનએ ટીવી એન્કરોએ અટકાવ્યા ન હતા. એન્કર પણ આ વાત પર હસતા હતા. તેનો મતલબ એ થયો કે ટીવી ડિબેટમાં સામેલ થનાર પણ તેની સાથે સંમત છે. ચોકસીએ આ વીડિયો ઓડિયોની સીડી પણ મોકલી છે. તેમણે કોર્ટને અપીલ કરી છે કે તેમની આ દરખાસ્તને કોર્ટ રેકોર્ડ પર લે તેમજ તેમની સામેના બિનજામીનપાત્ર વોરંટને રદ કરે.