નવી દિલ્હી,તા.૧૮
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ મહિલાઓની સુરક્ષા સાથે જોડાયેલો એક પત્ર લખ્યો છે. તેમને પત્રમાં જણાવ્યું કે દરેક રાજકીય પાર્ટીના અધ્યક્ષોને પત્ર લખીને વિંનતી કરી છે કે આંતરિક રૂપથી ફરિયાદ કમેટીની શરૂઆત કરે. મેનકા ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે ૬ રાષ્ટ્રીય પાર્ટી અને ૯૦ નાની પાર્ટીઓ છે. અહીં એક ઓફિસ છે જેમાં સેંકડો મહિલાઓ કામ કરે છે અને તેમના માટે અનુકૂળ વાતાવરણ માંગુ છે. ઉલ્લેખનીય છે કે હમણાં જ મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે કોઈ પણની સામે યૌન ઉત્પીડનના આરોપને ગંભીરતાથી લેવા જોઈએ કારણ કે સામાન્ય રીતે મહિલાઓ આ વિશે બોલવાથી ડરતી હોય છે. મેનકા ગાંધીએ કહ્યું કે શકિતશાળી પદો પર બેઠેલા પુરૂષો વારંવાર આવું કરે છે આ વાત મીડિયા, રાજકારણ અને કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓને પણ લાગુ પડે છે. હવે જયારે મહિલાઓએ આ વિશે બોલવાનું શરૂ કર્યું છે તો તેમના આરાપોને ગંભીરતાથી લેવા જોઈએ.