(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને વિનંતી કરતાં કહ્યું હતું કે, હૈદરાબાદમાં રહેનારી સગીર બાળકીને ૬પ વર્ષના ઓમાન શેખે પાંચ લાખમાં ખરીદી તેની સાથે લગ્ન કર્યા છે. મેનકા ગાંધીએ સુષ્મા સ્વરાજને વિનંતી કરતાં કહ્યું છે કે, ૧૬ વર્ષીય સગીરને બચાવવામાં આવે. ગાંધીએ ટ્‌વીટ કરતાં કહ્યું છે કે, હૈદરાબાદમાં આ ઘટના અંગે પોલીસ કમિશનરને પણ વાત કરે અને બળજબરીપૂર્વક લગ્ન કરાવનારની તપાસ કરે. હું વિનંતી કરું છું કે, સુષ્મા સ્વરાજને કે તેઓ સગીર બાળકીને સહીસલામત ઓમાનથી ભારત પાછી લાવે. તેમણે એમ પણ કહ્યું કે, બાળ અધિકાર રાષ્ટ્રીય પંચે પણ તેના પરિવારજનોથી વાત કરવી જોઈએ. મીડિયાના અહેવાલ પ્રમાણે ધોરણ આઠમાં ભણતી છોકરીના લગ્ન ઓમાનના ૬પ વર્ષીય શેખ સાથે થયા હતા. ઓમાન શેખે બાળકીને પાંચ લાખમાં ખરીદી હતી. સગીરના પરિવારજનોએ ફરિયાદ
નોંધાવી હતી.