નવી દિલ્હી, તા.૭
પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન એમ.સી.મેરીકોમે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં પાંચમા સુવર્ણચંદ્રક તરફ આગળ વધતા ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મેરીકોમે જાપાનની સુબાસા કોમુરાને પ-૦થી હરાવી તે છમાંથી પાંચમીવાર આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. ફાઈનલ જીતવા પર આ ૪૮ કિલો વર્ગમાંં તેનો પ્રથમ એશિયન સુવર્ણચંદ્રક હશે. રાજ્યસભા સાંસદ ઓલિમ્પિક કાંસ્યચંદ્રક વિજેતા ૩પ વર્ષની મેરીકોમ પાંચ વર્ષ પ૧ કિલોમાં ભાગ લીધા બાદ ૪૮ કિલોવર્ગમાં પરત ફરી છે. જાપાની બોક્સરે તેની વિરૂદ્ધ ઘણી રક્ષાત્મક રમત બતાવી. મરીકોમે બીજા રાઉન્ડમાં સ્પીડ વધારી આક્રમક રમત બતાવી વિજય મેળવ્યો.